BSE સેન્સેક્સ 740 અંક ઘટીને 48,440ની સપાટીએ બંધ
Live TV
-
દેશમાં વધતા કોરોનાના સંક્રમણને પગલે રોકાણકારોમાં વ્યાપેલી ચિંતાને પગલે બીએસઈ સેન્સેક્સ 700 અંક ગગડ્યો હતો. બજાર બંધ થતા બીએસઈ સેન્સેક્સ 740 અંક ઘટીને 48, 440ની સપાટીએ તો એનએસઇનો સૂચકાંક નિફ્ટી 224 પોઇન્ટ ઘટીને 14,324ની સપાટીએ બંધ થયો હતો. સવારે બજારમાં વેપારી સત્રની શરૂઆત પણ ઘટડા સાથે થઈ હતી. સેક્ટોરિયલના આધારે જોવામાં આવે તો બજારમાં ફાર્મા તથા એફએમસીજીને બાદ કરતા બધા જ સેક્ટર્સની શરૂઆત સુસ્ત રહી હતી. જેમાં મેટલ, બેકિંગ, ફાઇનાન્સ સર્વિસ, પ્રાઇવેટ તેમજ પીએસયૂ બેંકનો સમાવેશ થાય છે
