સપ્તાહના પ્રાંરભે સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું શેર બજાર, સેન્સેક્સ 117 પોઇન્ટ તુટ્યો
Live TV
-
સપ્તાહના પ્રાંરભે ભારતીય શેર બજાર 9 પોઇન્ટના સામાન્ય ઘટાડા સાથે 65,787 પોઇન્ટ પર ખુલ્યું હતું.
સપ્તાહના પ્રાંરભે ભારતીય શેર બજાર 9 પોઇન્ટના સામાન્ય ઘટાડા સાથે 65,787 પોઇન્ટ પર ખુલ્યું હતું. જે બાદ વેચવાલીનો માહોલ સર્જાતા સેન્સેક્સ 117 પોઇન્ટ સુધી તુટીને 65,677 પોઇન્ટ પર ખુલ્યું હતું. આજે એચ.સી.એલ. ટેક, એન.ટી.પી.સી. પાવર ગ્રીડ , વિપ્રો, ટી.સી.એ.એસ., એસ.બી.આઇ., મારુતિ, ટાટા સ્ટીલ, ઇન્ડસ-ઇન્ડ બેંક અને ટાટા મોટર્સના શેર ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા.
જ્યારે એચ.ડી.એફ.સી. બેંક, કોટક મહિન્દ્રા બેંક, આઇ.ટી.સી, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક, હિંદુસ્તાન યુનિલીવર, ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટુબ્રૉ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર રેડ ઝોનમાં ખુલ્યા હતા. જ્યારે નીફ્ટી 19,752 પોઇન્ટ પર ખુલ્યો હતો.
