રિઝર્વ બેંકે નિયમોનું પાલન ન કરવા બદલ ત્રણ બેંકોને ફટકાર્યો નાણાકીય દંડ
Live TV
-
મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકને અયોગ્ય ટ્રસ્ટોના સેવિંગ્સ બેંક ખાતા ખોલવા બદલ 15 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
રિઝર્વ બેંકે નિયમોનું પાલન ન કરવા બદલ ત્રણ બેંકોને નાણાકીય દંડ ફટકાર્યો છે. ધ નાસિક મર્ચન્ટસ કો-ઓપરેટિવ બેંકને 48 લાખ 30 હજાર દંડ રૂપિયાનો દંડ, મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકને અયોગ્ય ટ્રસ્ટોના સેવિંગ્સ બેંક ખાતા ખોલવા બદલ 15 લાખ રૂપિયાનો દંડ અને સાંગલી સહકારી બેંકને તેના એક સંબંધીને આપેલી લોન રિન્યુ કરવા બદલ બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
જોકે, RBIએ સ્પષ્ટતા કરી છે કે આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા અંગે ઉચ્ચારવાનો નથી.
