સપ્તાહના પ્રારંભમાં શેરબજાર ફરીથી હકારાત્મક વલણ સાથે ખુલ્યું
Live TV
-
સપ્તાહના પ્રારંભમાં શેરબજાર ફરીથી હકારાત્મક વલણ સાથે ખુલ્યું હતું. જેમાં સેન્સેક્સ 60 હજાર 48 પોઈન્ટથી ખુલ્યું હતું. જ્યારે નિફ્ટી 268 પોઈન્ટના વધારા સાથે 17 હજાર 853 પોઈન્ટ પર ખુલ્યું છે. આજે ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્રના,આઈટી ક્ષેત્રના અને એફએમ સીજી ક્ષેત્રના શેરોમાં તેજીનો માહોલ જોવા મળી શકે છે. તો નિફ્ટી 18 હજારને પાર પણ પહોંચી શકે તેવો નિષ્ણાંતોનો મત છે. કોરોના બાદ દેશમાં સ્થિતિ હવે સામાન્ય બનતા તેની અસર શેરબજાર પર જોવા મળી રહી છે. ટાટા મોટર્સ, HDFC બેંક, ટાટા સ્ટિલ, રિલાયન્સ અને મારૂતિ સુઝુકીના શેર્સ ટોપ ગેનર્સમાં છે.. જ્યારે આઈટી અને ફાર્મા શેર્સમાં દબાણ જોવા મળી રહ્યું છે.
