સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં સરસાઇઃ સેન્સેકસ +155
Live TV
-
શેરબજારના પ્રારંભમાં સેન્સેક્સ 48 પોઈન્ટના ઉછાળા સાથે 52 હજાર 928ની સપાટીએ ખુલ્યો હતો.
ભારતીય શેરબજારમાં કારોબારી સપ્તાહના બીજા દિવસે બજારમાં સરસાઈ જોવા મળી રહી છે .. ત્યારે શેરબજારના પ્રારંભમાં સેન્સેક્સ 48 પોઈન્ટના ઉછાળા સાથે 52 હજાર 928ની સપાટીએ ખુલ્યો હતો...જ્યારે નીફ્ટી 17.65 પોઈન્ટનાં વધારા સાથે 15 હજાર 852ની સપાટી પર જોવા મળ્યો હતો.. ફોકસમાં NMDC અને પાવર શેર્સમાં સામાન્ય ઉછાળો જોવા મળી રહ્યો છે.. તો અલ્ટ્રા ટેક સિમેન્ટ., શ્રીસિમેન્ટ, અદાણી પોર્ટ., ટાટા મોટર્સ અને ONGCના શેર્સ ટોપ ગેનર્સ જોવા મળ્યા છે.. જ્યારે ટેક મહિન્દ્રા, નેસ્લે, રિલાયન્સ, ટાટા અને TCS ના શેર્સ ટોપ લુઝર્સમાં જોવા મળી રહ્યાં છે.
