શેરબજારમાં સપ્તાહના કારોબારની શરુઆત સેન્સેક્સ અને નિફ્ટીની લાઈફ ટાઈમ હાઈ સપાટી સાથે થઈ
Live TV
-
છેલ્લા ઘણાં સમયથી શેર બજારના સૂચકઆંક સેન્સેક્સ અને નિફ્ટી નવા કિર્તીમાન બનાવી રહ્યા છે. આજે ફરીથી સેન્સેક્સ અત્યાર સુધીની મહત્તમ સપાટી પર પહોંચ્યો છે.
છેલ્લા ઘણાં સમયથી શેર બજારના સૂચકઆંક સેન્સેક્સ અને નિફ્ટી નવા કિર્તીમાન બનાવી રહ્યા છે. આજે ફરીથી સેન્સેક્સ અત્યાર સુધીની મહત્તમ સપાટી પર પહોંચ્યો છે. અઠવાડિયાની શરુઆતમાં જ સેન્સેક્સે 53000 ની સપાટી વટાવી છે. સવારે 9.15 વાગ્યાથી શરુ થયેલા કારોબારમાં સેન્સેક્સ 53126.73 ની સર્વૌચ્ચ સપાટી પર પહોંચ્યો હતો. આ સાથે સૂચકઆંક નિફ્ટી પણ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી 15915.65 પર શરુ થયો હતો. ONGC, અદાણી પોર્ટ, ગ્રાસિમ, ડીવી સ્લેબ જેવી કંપનીઓના શેરની કિંમત શરુઆતમાં વધી રહી છે. ટાઈટન, ટીસીએસ, એચડીએફસી લાઈફ, આઈઓસી જેવી કંપનીઓના શેરોમાં શરુઆતની ચાલ ઘટાડાની રહી છે.
