સરકારે GST રિટર્ન ભરવાની સમય મર્યાદામાં કર્યો ફેરફાર, 31 ઓક્ટોબર છે છેલ્લી તારીખ
Live TV
-
સરકારે નાણાકીય વર્ષ 2018-19 માટે વાર્ષિક જીએસટી રિટર્ન ભરવાની સમય સીમાં વધારીને 31 ઓક્ટોમ્બર નક્કી કરી દીધી છે.
નાણાં મંત્રાલયે દરેક ટેક્સ પેયર્સને સમય મર્યાદા વધારવાના નિર્ણયનો લાભ લેવા માટે અપિલ કરી છે અને છેલ્લી મિનિટો સુધી ભાગ દોડ કરવાથી બચવા માટે બને તેટલું જલ્દી રિટર્ન ભરવા માટે પણ કહ્યું છે. વાર્ષિક રિટર્ન ભરવું ફક્ત બે કરોડ રૂપિયાથી ઉપરના વાર્ષિક ટર્ન-ઓવર વાળા ટેક્સ પેટર્સ માટે જરૂરી છે. પાંચ કરડોથી વધારે રૂપિયાના વાર્ષિક ટર્ન-ઓવર માટે સોલ્યુશન વિગતો જમા કરાવવાની રહેશે.
મંત્રાલયે જણાવ્યું છે કે ટેક્સ પેયર્સને 2018-19ના વાર્ષિક જી.એસ.ટી રિટર્નમાં એજ નાણાકીય વર્ષના લેવડ-દેવડ મુલ્યનો રિપોર્ટ કરવાનો છે. મંત્રાલયે કહ્યું છે કે જે ટેક્સ પેયર્સ 2017-18ના સપ્લાય અને ઈનપુટ ટેક્સની વિગતો સહિત 2018-19ના જીએસટી રિટર્ન-9 પહેલા જ ભરી ચુક્યા છે તેમના રિટર્નમાં ફેરફાર હશે તેવા મામલામાં કોઈ પ્રતિકૂળ નિર્ણય નહીં લેવામાં આવે.
