RBIના રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, રિવર્સ રેપો રેટ 3.35 અને રેપો રેટ 4% યથાવત
Live TV
-
ભારતીય રિઝર્વ બેંકની નવી રચાયેલી મૌદ્રિક નીતિ સમિતિએ ત્રણ દિવસની સમીક્ષા બેઠક બાદ દ્વિમાસિક નાણાં નીતિની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વર્તમાન રેપો રેટ 4 ટકા, જ્યારે રિવર્સ રેપો રેટ 3.35 ટકા, યથાવત રાખ્યો છે.
આ અંગે આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું હતું, કે અર્થવ્યવસ્થાની સ્થિતિમાં સુધારાના સંકેત જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત વર્ષના ચોથા ક્વાર્ટરમાં જીડીપીમાં સુધારો થઇ રહ્યો છે જે સારો સંકેત છે. શક્તિકાંતા દાસે વધુમાં ઉમેર્યું હતું, કે કોરોના સામેની લડાઈમાં હવે દેશની અર્થ વ્યવસ્થા નિર્ણાયક તબક્કામાં પહોંચી છે.
