અમદાવાદઃ નાબાર્ડ અને SBI વચ્ચે ફાયનાન્સિંગ માટે MoU કરાયાં
Live TV
-
અમદાવાદમાં નાબાર્ડ અને SBI વચ્ચે ફાયનાન્સિંગ માટે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં જોઇન્ટ લાયાબિલિટી ગૃપ્સ અને સેલ્ફ હેલ્પ ગૃપ્સ, ખેડૂતો અને ઉત્પાદકોની સંસ્થાઓ તેમજ વોટર શેડ અને ટ્રાઇબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર ફાયનાન્સિંગ માટે MOU કરવામાં આવ્યા છે.
નાબાર્ડના સી.જી.એમ. ડી.કે.મિશ્રા અને SBI અમદાવાદ સર્કલના C.G.M. દુખબંધુ રથની ઉપસ્થિતિમાં MOUની આ હસ્તાક્ષર વિધી પુર્ણ કરવામાં આવી હતી.
આ MOU હેઠળ 100 જેટલા F.P.O.S. ને વર્કિંગ કેપીટલ જરૂરીયાતો ટર્મ ધિરાણ માટે ક્રેડિટ સપોર્ટ વગેરે નાણાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાબાર્ડ અને SBIના MOUથી , ગ્રામિણ વિકાસ , M.S.M.E. સેક્ટર અને કૃષિ ઉત્પાદનોને પ્રોત્સાહન મળશે.
