શેરમાર્કેટ આજે ગ્રીન ઝોનમાં, ઑટોના શેરમાં તેજી
Live TV
-
કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. આજે BSEનો સેન્સેક્સ 362 અંકના વધારા સાથે જ્યારે નિફ્ટી પણ 132 અંકના વધારા સાથે ખુલ્યો હતો.
આ તેજી દિવસભર જળવાઈ રહેતા લેવાલીનો માહોલ જોવા મળ્યો હતો. દિવસના અંતે B.S.E.નો સેન્સેક્સ 601 પોઈન્ટ વધી 39 હજાર 575ના સ્તરે જ્યારે NSE નો નિફ્ટી પણ 159 પોઈન્ટ વધી 11 હજાર 662 પર બંધ થયો હતો.
આજે ફાઇનાન્સ અને ઓટોના શેરોમાં ખરીદી જોવા મળી હતી. આજે HDFC, ટાટા મોટર્સ, અદાણી પોર્ટસ, ઇન્ડસઇન્ડ બેન્ક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે બ્રિટાનીયા, કોલ ઇન્ડિયા, ટાટા સ્ટીલ, હિંદાલ્કો અને વિપ્રોના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
