સુરેન્દ્રનગર: થાનના સીરામીક ઉદ્યોગકારોને GSPC ગેસમાં પ્રતિ કિલો સાડા ચાર રૂપિયાનો ફાયદો
Live TV
-
દેશમાં કોરોનાના કારણે લોકડાઉન આપવામાં આવ્યું હતું. જેમાં વેપાર ધંધા કરતા વેપારીઓ તેમજ ઉદ્યોગકારોના ધંધા બંધ રહ્યા હતા. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ રાહતો આપવામાં આવી હતી. ત્યારે સુરેન્દ્રનગરમાં થાનના સીરામીક ઉદ્યોગકારોને GSPC ગેસમાં પ્રતિ કિલો રૂપિયા સાડા ચાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ગેસમાં જે રાહત આપી તેનાથી એક યુનિટને પચાસ હજારથી એક લાખ સુધીનો ફાયદો થયો છે. સરકાર દ્વારા ભાવનો ધટાડો કરવાથી આ ઉદ્યોગ ચલાવતા લોકોને આર્થિક રીતે ફાયદો થયો છે. થાન વિસ્તારમાં સીરામીક ઉદ્યોગના 225 જેટલા કારખાના આવ્યા છે. જે ટાઇલ્સ જેવી વિવિધ વસ્તુઓ બનાવે છે અને 20,000 જેટલા કારીગરો આ ઉદ્યોગ ઉપર રોજગાર મેળવી રહ્યા છે.
