સેન્સેક્સમાં ધીમી ગતિએ ઉછાળ, મિડકેપ-સ્મોલ કેપ શેરોમાં વેચવાલીનું દબાણ
Live TV
-
મંગળવારના સુસ્ત ટ્રેડિંગ બાદ બુધવારે બીએસઇ સેન્સેક્સમાં ઉઘડતા બજારે ધીમી ગતિએ ઉછાળ આવ્યો હતો. બજાર ખુલતા સેન્સેક્સ 48 પોઇન્ટ ઉછળીને 34,900ની ઉપલી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 10,600ની સપાટીએ ટક્યો છે.
મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં 8 પોઇન્ટ એટલે કે 0.1 ટકા ઉછળ્યો હતો. બેન્કિંગ, આઇટી, મીડિયા, રિયલ એસ્ટેટ, કન્ઝ્યુર ડ્યુરેબલ તથા ઓઇલ એન્ડ ગેસના શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે.