RBIની આર્થિક નીતિ જાહેર, રેપોરેટમાં 0.25 પોઇન્ટનો વધારો
Live TV
-
R.B.I. પોતાની આર્થિક નીતિ જાહેર કરી હતી. બેઠક બાદ જાહેરાત કરતા જણાવ્યું છે કે, જાન્યુઆરી 2014 બાદ ,પહેલીવાર રેપોરેટ 25 બેઈઝ પોઈન્ટ વધારતા 6.25 ટકા કર્યો છે તેમજ રેપોરેટ 6.50 ટકા ઉપર રાખ્યો છે.
રિઝર્વ બેંકના અનુમાન મુજબ આર્થિક વર્ષ 2018-19 દરમિયાન પહેલું ચરણ એટલે કે ,એપ્રિલથી સપ્ટેમ્બરમાં ફૂગાવો 4.5 ટકાની આસપાસ જયારે સપ્ટેમ્બરથી માર્ચનો બીજા તબક્કામાં 4.7 ટકા ફૂગાવો રહેશે. R.B.I.ના અનુમાન મુજબ પહેલા ચરણમાં GDP નો દર 7.5 ટકા થી 7.6 ટકા અને બીજા તબક્કામાં 7.3 થી 7.4 ટકા રહેવાની શક્યતા છે. ચાલુ નાણાકીય વર્ષમાં પહેલી દ્વી-માસિક નીતિમાં આરબીઆઈએ એપ્રિલમાં સતત ચોથી વખત તેના તમામ મહત્ત્વના દરો યથાવત્ રાખ્યા હતા.