RBI પોલીસીથી બજારમાં તેજી, સેન્સેક્સમાં 276 પોઇન્ટનો ઉછાળો
Live TV
-
અવન્તી ફીડ 19.86%, આરકોમ 10.34%, અલાહાબાદ બેંક 8.82%, બજાજ ઇલેક્ટ્રિકમાં 8.51%નો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે બલરામપુર ચીનીમાં 6.93%, ક્વોલિટી 4.99%, એચડીઆઈએલ 4.39% અને ટાઇમ ટેક્નોમાં 3.38%નો ઘટાડો નોંધાયો હતો
આરબીઆઈની પોલીસી જાહેર થઈ તે પૂર્વે માર્કેટમાં સારો ઉછાળો આવ્યો હતો. બપોર બાદ સેન્સેક્સ 220 પોઈન્ટ ઉછળીને 35 હજાર 124 પર ચાલી રહ્યો હતો જ્યારે નિફટી 69 પોઈન્ટ વધીને 10 હજાર 662 પર ટ્રેડ કરતો હતો.
કારોબારના અંતે સેન્સેક્સમાં 275.67ના ઉછાળા સાથે 35,178.88 પર બંધ રહ્યો જ્યારે એનએસઇ નિફ્ટી 91.50ના વધારા સાથે 10,684.65 પર બંધ રહ્યો હતો.