શેરબજારમાં તેજી : સેન્સેક્સમાં 284 પોઇન્ટનો ઉછાળો
Live TV
-
અવન્તી ફીડ 11.22%, ટાઇમ ટેક્નો 9.20%, સ્ટરલાઇટ ટેક્નો 9.18%, ગોધરેજ પ્રોપર્ટી 8.90%,નો ઉછાળો નોંધાયો હતો જ્યારે ક્વોલિટી 4.95%, સ્ટ્રાઇડ 3.94%, શ્રીરામ સિટી 2.11%, અને બોસ લી.માં 2.00%,નો ઘટાડો નોંધાયો હતો
સારી શરૂઆત સાથે આજે શેરબજારે વધારા સાથે વેપાર કર્યો હતો. સેન્સેક્સમાં 1.15 ટકાની મજબૂતાઇ જોવા મળી હતી. કારોબારીમાં ઉછાળો આવતા નિફ્ટી 10 હજાર 800 ને પાર નીકળી ગઇ હતી. જ્યારે સેન્સેક્સમાં 400 અંકોનો ઉછાળો આવ્યો હતો. RBI દ્વારા રેપોરેટમાં વધારા છતાં બેન્ક, ઓટો અને રિયલ્ટી જેવા રેટ સેન્સેટિવ સ્ટોકમાં વધારો જોવા મળ્યો હતો. આ સ્ટોક્સમાં 12 ટકાનો વધારો નોંધાયો હતો. લાર્જ કેપ સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી જળવાઇ રહી હતી. હેવી વેટ ONGC, ઇન્ફોસિસ, HUL, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC, માં મજબૂતાઇથી બજારને સપોર્ટ મળ્યો હતો. કારોબારના અંતે બીએસઇ સેન્સેક્સ 284.20 પોઇન્ટના ઉછાળા સાથે 35,463.08 જ્યારે નિફ્ટી 83.70 પોઇન્ટના ઉછાળા સાથે 10,768.35 પર બંધ રહ્યો