ઘર ખરીદવા માગતા લોકો માટે રાહત, જેટલીએ કહ્યું, નવો વટહૂકમ ગેરરીતિઓ ડામશે
Live TV
-
નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે સરકાર રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે મહત્ત્વની યોજના બનાવી રહી છે. ખાસ કરીને નાદારી અંગેના નવા વટહૂકમન કારણે મકાન ખરીદનારાઓને સુરક્ષા મળશે.
અરુણ જેટલીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે 1991માં આર્થિક ઉદારીકરણ માટે રિયલ એસ્ટેટ ક્ષેત્ર તથા શહેરીકરણમાં વ્યાપક પ્રગતિ થઈ છે. આ સાથે ધર ખરીદનારાઓની ક્ષમતામાં પણ વધારો થયો છે. ગામડાઓમાંથી શહેરો તરફ સ્થળાંતર પણ વધ્યું છે.
સમયાંતરે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કેટલાક બેજવાબદાર તત્વોનો પણ પ્રવેશ થયો છે. કેટલાક ડેવલપર્સ પાસે પોતાની મૂડી નહીં હોવાથી તેઓ ઘર ખરીદવા માગતા લોકોના પૈસે જમીન ખરીદવાનો તથા મકાન બનાવવાનો પ્રયાસ કરે છે. જેના કારણે તેઓ દેવામાં ડૂબે છે. તેની અસર મકાન ખરીદવા માગતા લોકો પર પણ પડે છે. નવા વટહૂકમને કારણે આ પ્રકારની પ્રવૃત્તિ પર અંકુશ મૂકાશે. હવે ડેવલપર્સની સામે કોર્પોરેટ નાદારાઓ જેવી જ કાર્યવાહી કરી શકાશે.