પ્લાસ્ટિક એક્સ્પો 2019નો પ્રારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા
Live TV
-
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ અમદાવાદ ખાતે યોજાયેલ પ્લાસ્ટીક એક્સ્પો-2019નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ અને ટેકનોલોજીથી અપગ્રેડ રહેનાર માટે પ્લાસ્ટીક એપનું પણ લોન્ચીંગ કર્યું હતું.
હાલના ઔદ્યોગિક ઉત્પાદનોમાં પ્લાસ્ટીકનો વપરાશ મહદ અંશે જરૂરી બન્યો છે, તેમજ આજકાલ ઉચ્ચ ગુણવત્તાસભર રોજીંદા જીવનની ચિજવસ્તુઓનો વપરાશ પણ વધ્યો છે ત્યારે, પ્લાસ્ટીક ઉત્પાદનો ગુણવત્તાસભર અને ઈકો ફ્રેન્ડલી બનાવવા એ ખુબ આવશ્યક છે. આ દિશામાં કેન્દ્ર સરકાર તેમના સંલગ્ન પ્લાસ્ટીક રિસર્ચ સેન્ટરના સહયોગથી વપરાયેલુ પ્લાસ્ટીક ફેંકી દીધા બાદ કુદરતી રીતે સંપર્કમાં આવતા આપમેળે વિસર્જન થઈ શકે તેવી ઓક્ઝો બાયો ડ્રીગ્રેડેબલ ટેકનોલોજી લાવવાનો પ્રયાસ કરી રહી છે, તેમ મંત્રી શ્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું, આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી પ્લાસ્ટીક ઉત્પાદનમાં માત્ર પાંચ ટકા જેટલી જ કિંમત વધી શકે છે અને પર્યાવરણનું પણ રક્ષણ થઈ શકશે.