સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ સ્તર પર થયા બંધ; ONGC, NTPCનો શૅર વધ્યો
Live TV
-
આજે સપ્તાહની શરુઆતમાં સેન્સેક્સ અને નીફટી પોઝીટીવ મુવના ટ્રેન્ડ સાથે ખુલતા શેરબજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં આજે સેન્સેક્સ 200 પોઇન્ટના વધારા સાથે તો નીફ્ટી પણ 55 પોઇન્ટના વધારા સાથે 13 હજાર 600 પર ખુલ્યો હતો. તો દિવસના અંતે સેન્સેક્સ 155 પોઈન્ટના વધારા સાથે 46,253 પર બંધ થયો હતો. તો નિફ્ટી 45 પોઈન્ટ વધીને 13,558 પર બંધ થયો હતો. દિવસ દરમિયાન ઓએનજીસી, લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, પાવર ગ્રીડ, ટાટા ,સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેંક, સન ફાર્મા, ભારતી એરટેલ, એચડીએફસી, ટી,સીએસના શેરોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.
