Skip to main content
Settings Settings for Dark

સેન્સેક્સ 1,000 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000ની નીચે સરક્યો; જાણો ઘટાડાના 5 મુખ્ય કારણો

Live TV

X
  • ભારતીય શેરબજાર માટે બુધવાર(11 માર્ચ)નો દિવસ ભારે સાબિત થયો છે. કારોબારી સત્ર દરમિયાન બપોરે 12 વાગ્યાની આસપાસ બજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 987 પોઈન્ટ (1.26%) ના ઘટાડા સાથે 77,218 પર અને નિફ્ટી 275 પોઈન્ટ (1.13%) ના ઘટાડા સાથે 23,986 ની સપાટીએ પહોંચી ગયો હતો.

    બેન્કિંગ શેરોમાં ગાબડું
    બજારના આ ઘટાડામાં સૌથી વધુ ફાળો બેન્કિંગ સેક્ટરનો રહ્યો છે. નિફ્ટી બેન્ક 1.6% ગગડીને 56,044 પર કારોબાર કરી રહ્યો હતો. આ ઉપરાંત ઓટો, પ્રાઇવેટ બેન્ક, ફાઇનાન્શિયલ સર્વિસિસ, IT અને રિયલ્ટી સેક્ટરમાં પણ ભારે દબાણ જોવા મળ્યું હતું. જોકે, ફાર્મા, એનર્જી અને મેટલ જેવા સેક્ટર્સ ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા.

    બજારમાં ઘટાડાના મુખ્ય કારણો
    વિદેશી રોકાણકારોની વેચવાલી: વિદેશી સંસ્થાકીય રોકાણકારો(FII) સતત નાણાં પાછા ખેંચી રહ્યા છે. મંગળવારે પણ FIIએ ₹4,673 કરોડના શેર વેચ્યા હતા, જેણે બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ બનાવ્યું છે.

    અમેરિકા-ઈરાન તણાવ: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ લાંબું ખેંચાતા બજારમાં ચિંતા વધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ ઈરાનની તીખી પ્રતિક્રિયા અને ઈઝરાયેલના નવા હુમલાઓએ વૈશ્વિક બજારમાં અસ્થિરતા લાવી છે.

    ગ્લોબલ વોલેટિલિટી (VIX): માર્કેટમાં અસ્થિરતા દર્શાવતો 'ઈન્ડિયા વિક્સ' (India Vix) 8.73% ઉછળીને 20.55 પર પહોંચ્યો છે. સામાન્ય રીતે જ્યારે પણ અસ્થિરતા વધે છે ત્યારે બજારમાં ઘટાડો જોવા મળે છે.

    શેરબજારની શરૂઆત આજે સપાટ થઈ હતી, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધ્યો તેમ વેચવાલીનું દબાણ વધતું ગયું અને સેન્સેક્સે 1,000 પોઈન્ટની સપાટી ગુમાવી દીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-03-2026 Max Temp : °C Min Temp : °C
apply