સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, સોનું 55 હજારની નજીક પહોંચ્યું
Live TV
-
સ્થાનિક બજારમાં ચાંદી નવ વર્ષ બાદ ફરી રૂ.65000ની સપાટી પહોંચી
સોના-ચાંદીમાં તેજીનો માહોલ જામ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ઉછળી 25 ડોલર તરફ કૂચ કરી 24.40 ડોલર ક્વોટ થઇ રહી છે. જ્યારે સ્થાનિક બજારમાં ચાંદી નવ વર્ષ બાદ ફરી રૂ.65000ની સપાટી પહોંચી છે. સપ્ટેમ્બર 2011માં ચાંદી 65000 થયા બાદ ફરી રૂ.1500ના સુધારા સાથે રૂ.65000 બોલાઇ ગઇ છે. ચાંદીની સાથે સોનું પણ ચમક્યું છે. અમદાવાદ ખાતે સોનું રૂ,500 ઉછળી 55000 નજીક 54700 બોલાઇ ગયું છે.
