Skip to main content
Settings Settings for Dark

સોના-ચાંદીના ભાવમાં કડાકો, વૈશ્વિક મંદી અને મજબૂત ડૉલરને કારણે MCX પર કિંમતો ઘટી

Live TV

X
  • વૈશ્વિક બજારમાંથી મળી રહેલા નબળા સંકેતોને કારણે આજે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં નરમ વલણ જોવા મળ્યું છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે એટલે કે સોમવારે, બંને કિંમતી ધાતુઓ ઘટાડા સાથે ખૂલી હતી. સ્થાનિક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદી બંનેમાં અંદાજે 0.3 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

    સોના-ચાંદીના આજના ભાવ 
    આજના કારોબાર દરમિયાન સ્થાનિક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે:

    સોનાના ભાવની સ્થિતિ:
    MCX પર 5 ઓક્ટોબર, 2026ના સોનાનો વાયદા કરાર પાછલી બંધ કિંમત ₹1,52,767 સામે ઘટાડા સાથે ₹1,52,279 પ્રતિ 10 ગ્રામના સ્તર પર ખુલ્યો હતો. આજના કારોબારમાં સોનાએ ₹1,52,225નો લઘુત્તમ અને ₹1,52,483નો મહત્તમ સ્તર સ્પર્શ્યો હતો. હાલમાં સોનું ₹409 (-0.27%)ના ઘટાડા સાથે ₹1,52,358 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.

    ચાંદીના ભાવની સ્થિતિ:
    બીજી તરફ, MCX પર 4 ડિસેમ્બર, 2026ના ચાંદીનો વાયદા કરાર પાછલી બંધ કિંમત ₹2,37,658ની સરખામણીએ ₹2,37,176 પ્રતિ કિલો પર ખુલ્યો હતો. કારોબાર દરમિયાન ચાંદીએ ₹2,36,423નો લઘુત્તમ અને ₹2,37,658નો મહત્તમ સ્તર બનાવ્યો હતો. હાલમાં ચાંદી ₹673 (-0.28%)ના કડાકા સાથે ₹2,36,985 પ્રતિ કિલોના સ્તર પર આવી ગઈ છે.

    આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સાર્વત્રિક નરમાઈ
    ભારતીય બજારની સાથે વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા છે:
    વૈશ્વિક સોનું: 0.62%ના ઘટાડા સાથે $4,450 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે.
    વૈશ્વિક ચાંદી: 0.56%ના ઘટાડા સાથે $66 પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી છે.

    ભાવ ઘટવા પાછળના 2 મુખ્ય કારણો
    બજારના નિષ્ણાતો અને એનાલિસ્ટ્સના જણાવ્યા અનુસાર, કિંમતોમાં આવી રહેલા આ ઘટાડા પાછળ મુખ્યત્વે બે પરિબળો જવાબદાર છે:

    1. અમેરિકાના મજબૂત જોબ ડેટા: યુએસમાં અપેક્ષા કરતાં સારા રોજગારીના આંકડા આવવાના કારણે આગામી યુએસ ફેડરલ રિઝર્વ (US Fed)ની બેઠકમાં વ્યાજદરો વધારવાની શક્યતાઓ પ્રબળ બની છે. ઊંચા વ્યાજદર હંમેશાં સોના અને ચાંદી જેવી નોન-યીલ્ડિંગ એસેટ્સ માટે નકારાત્મક માનવામાં આવે છે.
    2. ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતી: વૈશ્વિક બજારમાં ડૉલર ઇન્ડેક્સ મજબૂત થઈને 99ના સ્તરની આસપાસ પહોંચી ગયો છે. ડૉલર મજબૂત થવાથી અન્ય ચલણ ધરાવતા ખરીદદારો માટે સોનું મોંઘું બને છે, જેનાથી તેની માગ પર દબાણ આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
apply