ભારતે આ વર્ષે ઓગસ્ટમાં યુપીઆઇ દ્વારા 355 કરોડ ડિજિટલ વ્યવહારો નોંધ્યા
Live TV
-
ભારતે આ વર્ષે ઓગસ્ટમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ, યુપીઆઇ દ્વારા 355 કરોડ ડિજિટલ વ્યવહારો નોંધ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ કુલ છ લાખ 39 હજાર કરોડ રૂપિયાના ડિજિટલ વ્યવહારો નોંધાયા છે. આ અગાઉ જુલાઈમાં છ લાખ કરોડ રૂપિયાથી વધુના કુલ 324 કરોડ વ્યવહારો નોંધાયા હતા. UPI એક સિસ્ટમ છે જે અનેક બેંક ખાતાઓને મોબાઈલ એપ્લિકેશનમાં નાણાકીય વ્યવહારની સત્તા આપે છે. અને બેંકિંગ સુવિધાઓ, સીમલેસ ફંડ અને વેપારીની ચુકવણીને આવરી લે છે.
