Skip to main content
Settings Settings for Dark

7.1 ટકાના વિકાસ દર સાથે ભારત સૌથી ઝડપી અર્થતંત્ર બની ચીનને પછાડવા તૈયાર

Live TV

X
  • પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક તણાવને કારણે સમગ્ર એશિયા-પેસિફિક ક્ષેત્ર સમક્ષ પડકારો હોવા છતાં, ભારતનો આર્થિક વિકાસ દર મજબૂત રહેવાની ધારણા છે. બુધવારે જાહેર થયેલા S&P ગ્લોબલના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2026-27 (FY27) માટે ભારતનો જીડીપી (GDP) ગ્રોથ 7.1 ટકા રહેવાનો અંદાજ છે.

    પોતાના તાજેતરના આર્થિક આઉટલુકમાં S&P ગ્લોબલે હાઇલાઇટ કર્યું છે કે ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્રોમાં સ્થાન ધરાવે છે. મજબૂત સ્થાનિક માંગ, સ્થિર નિકાસ અને ખાનગી રોકાણમાં ક્રમશઃ સુધારો ભારતના આ વિકાસને ટેકો આપી રહ્યા છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતની આર્થિક ગતિ જાળવી રાખવા પર એજન્સીએ ભાર મૂક્યો છે.

    અહેવાલ મુજબ, એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારત એક મુખ્ય ચાલક બળ (key driver) તરીકે ઉભરી રહ્યું છે. ચીન સિવાયના આ પ્રદેશનો સરેરાશ વિકાસ દર 2026માં સુધરીને 4.5 ટકા થવાની ધારણા છે, જેમાં ટેકનોલોજી ક્ષેત્રના સારા દેખાવનો મોટો ફાળો હશે. બીજી તરફ, ચીનનો વિકાસ દર 2026માં ઘટીને 4.4 ટકા રહેવાનો અંદાજ છે, જે નબળી માંગ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રની મુશ્કેલીઓને આભારી છે.

    વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના વધતા ભાવ ચિંતાનો વિષય છે, પરંતુ એજન્સીએ નોંધ્યું છે કે ભારતની મજબૂત સર્વિસ એક્સપોર્ટ (સેવા નિકાસ) અને વૈવિધ્યસભર આર્થિક આધાર આ અસરને ખાળવામાં મદદરૂપ થશે.

    નીતિગત મોરચે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) વ્યાજ દરોમાં સ્થિરતા જાળવી રાખે તેવી અપેક્ષા છે. મોંઘવારીને અંકુશમાં રાખીને વિકાસને ટેકો આપવા માટે સેન્ટ્રલ બેંક તટસ્થ વલણ અપનાવી શકે છે. નાણાકીય વર્ષ 2027માં ફુગાવો (મોંઘવારી દર) ઘટીને 4.3 ટકા સુધી સામાન્ય થવાની ધારણા છે.

    વધુમાં, આ અહેવાલમાં જણાવાયું છે કે ભારત સહિતના એશિયા-પેસિફિક દેશોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સેમિકન્ડક્ટર્સ સંબંધિત ટેકનોલોજી નિકાસની વધતી માંગનો મોટો લાભ મળી રહ્યો છે, જે વેપારની ગતિને વેગ આપી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply