AIનો પરપોટો ફૂટશે ત્યારે ભારત ચમકશે: રોકાણકારોનો નવો મંત્ર બનશે ‘Buy India’
Live TV
-
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને લઈને વિશ્વભરમાં ચાલી રહેલો અતિશય ઉત્સાહ જો ઓછો થશે, તો વૈશ્વિક રોકાણકારો માટે ભારત ફરીથી સૌથી ફેવરિટ ડેસ્ટિનેશન બની શકે છે. ગુરુવારે જાહેર થયેલા 'બે કેપિટલ' (Bay Capital) ના અહેવાલ મુજબ, આગામી સમયમાં ભારતીય બજારમાં વિદેશી મૂડીનું મોટું રોકાણ પાછું આવી શકે છે.
AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળનું દેવું અને જોખમ
રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે હાલમાં વિશ્વભરમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે મૂડી ખર્ચાઈ રહી છે, તે મોટાભાગે દેવું (Debt) કરીને ઉભી કરવામાં આવી છે. આ સ્થિતિ ભૂતકાળમાં જોવા મળેલી ટેલિકોમ અને ફાઈબર નેટવર્ક બૂમ જેવી જ છે, જ્યાં શરૂઆતી તેજી પછી મોટું જોખમ સર્જાયું હતું.રોકાણ અબજોમાં, પણ નફો નહિવત, રિપોર્ટના ચોંકાવનારા આંકડા મુજબ:
કંપનીઓએ જનરેટિવ AI પાછળ 30 થી 40 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. તેમ છતાં, 95% સંસ્થાઓને હજુ સુધી આનાથી કોઈ નક્કર આર્થિક લાભ કે પ્રોફિટ મળ્યો નથી.
ભારત માટે કેમ આ 'તક' છે?
વર્તમાન સમયમાં AI ના રોકાણ માહોલમાં ભારતની બજાર સંરચનાને નબળાઈ ગણવામાં આવે છે કારણ કે ભારત પાસે સેમિકન્ડક્ટર કે મોટા ડેટા સેન્ટર્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મર્યાદિત છે. પરંતુ રિપોર્ટ કહે છે કે જ્યારે AI નો હાઈપ (Hype) ખતમ થશે, ત્યારે રોકાણકારો મજબૂત આર્થિક પાયો ધરાવતા દેશો શોધશે અને ત્યાં ભારત બાજી મારી જશે.વિદેશી રોકાણની વાપસીની શક્યતા
AI માં રોકાણ કરવા માટે વૈશ્વિક રોકાણકારોએ ભારતમાંથી મોટાપાયે નાણાં પાછા ખેંચ્યા છે.વર્ષ 2024: અંદાજે 23 અબજ ડોલર ભારતની બહાર ગયા.
વર્ષ 2025 (અત્યાર સુધી): અંદાજે 13 અબજ ડોલર વિદેશી રોકાણકારોએ ખેંચ્યા. પરંતુ, રિપોર્ટ માને છે કે 'Sell India' નો આ ટ્રેન્ડ ટૂંક સમયમાં 'Buy India' માં ફેરવાઈ જશે.
મજબૂત અર્થતંત્રના પાયા
વિદેશી રોકાણ બહાર જવા છતાં ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં સૌથી મજબૂત છે:વૈશ્વિક GDP ફાળો: ભારત વિશ્વના જીડીપી વૃદ્ધિમાં 9% યોગદાન આપે છે.
વૃદ્ધિ દર: 2025 થી 2028 વચ્ચે ભારતનો વિકાસ દર 6.7% થી વધુ રહેવાની ધારણા છે, જે G20 દેશોમાં સૌથી ઝડપી છે.
