CNBC બજાર એસ્ટેટ એવોર્ડ મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરાયા
Live TV
-
ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ સારા અને સસ્તા મકાન મળી રહે તે માટે રાજય સરકાર કટિબદ્ધ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CNBC બજાર એસ્ટેટ એવોર્ડ સમારંભમાં ભાગ લેતા જણાવ્યું હતું કે દેશમાં હેપ્પીનેસ ઈન્ડેક્સની ચર્ચા શરૂ થઈ છે. ત્યારે વર્ષ 2022 સુધીમાં દરેકને પોતાનું ઘર મળે એવો નિર્ધાર કર્યો છે. ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને સારા તથા સસ્તા ઘર મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. અફોર્ડેબલ હાઉસિંગનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે કોમન GDCRને વેગ આપ્યો છે. CNBC બજાર દ્વારા રીયલ એસ્ટેટ એવોર્ડ એનાયત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વિવિધ કેટેગરીમાં બિલ્ડર્સ, ડેવલપર્સ તથા અન્ય વ્યક્તિઓને એવોર્ડ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જ્યાં માનવી ત્યાં સુવિધાનો મંત્ર લઈને સરકાર ચાલે છે, ત્યારે તમામ નાગરિકોને આવાસ, પાણી, બાગ-બગીચા અને સુખાકારીના નવા આયામો ઉપલબ્ધ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.