શેરબજાર તેજી સાથે બંધ, નિફ્ટીએ 10,500ની સપાટી વટાવી
Live TV
-
મેટલ સેક્ટરના સ્ટોકમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી એટલું જ નહીં, મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં સુધારાની ચાલ જોવા મળી હતી.
ગુરૂવારે શરૂઆતે શેરબજારમાં સકારાત્મક ચાલ નોંધાતી જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૧૦૬ પોઇન્ટના સુધારે ૩૪,૪૩૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૬ પોઇન્ટના વધારે ૧૦,૫૫૦ની ઉપર ૧૦,૫૬૨ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. કારોબારના અંતે સેન્સેક્સ 95.61 ના ઉછાળા સાથે 34,427.29 જ્યારે નિફ્ટી 39.10ના ઉછાળા સાથે 10,565.30 પર બંધ રહ્યો છે.
શરૂઆતે એફએમસીજી સેક્ટરની કંપની આઇટીસીના શેરમાં ૧.૨૨ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ શેર રૂ. ૨૭૮.૩૦ના મથાળે ટ્રેડિંગમાં જોવાયો હતો એટલું જ નહીં, ટાટા સ્ટીલ અને ડો. રેડ્ડીઝ લેબ્સ કંપનીના શેરમાં પણ મજબૂત સુધારો જોવા મળ્યો હતો. આ શેરમાં એક ટકાનો વધારો નોંધાયો હતો તો બીજી બાજુ એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને બજાજ ઓટો કંપનીના શેરમાં પ્રોફિટ બુકિંગની ચાલ જોવા મળી હતી.