ખોટાં IT રિટર્ન ફાઇલ કરનારને સજા કરવામાં આવશે
Live TV
-
આવકવેરા વિભાગે બુધવારે પગારદારવર્ગના કરદાતાઓને ખોટાં રિટર્ન ના ભરવા ચેતવણી આપી છે.
આવકવેરા વિભાગે બુધવારે પગારદારવર્ગના કરદાતાઓને ખોટાં રિટર્ન ના ભરવા ચેતવણી આપી છે. પગારદાર કરદાતાઓને આવક ઓછી બતાવવી કે પછી રિટર્નમાં વધુ પડતું ડિડક્શન દર્શાવવાથી દૂર રહેવાની ચેતવણી આપતાં કહેવામાં આવ્યું છે કે નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે અને તેમના માલિકોને પણ આવા કર્મચારીઓ સામે પગલાં લેવા જણાવવામાં આવશે. તે ઉપરાંત જરૂર જણાશે તો ઈડી અને સીબીઆઈને પણ ક્રિમિનલ કેસ દાખલ કરવા આદેશ અપાશે.બેંગ્લુરૂ ખાતેનાં સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર ખાતે આવકવેરા રિટર્ન પ્રોસેસ માટે જતાં હોય છે, તે સેન્ટરે પગારદાર કરદાતાઓને ખોટા ક્લેમ કરવા પ્રેરતા કરવેરા સલાહકારોથી બચવા સલાહ આપી છે. સેન્ટરે જણાવ્યું છે કે આવક ઓછી દર્શાવવી કે પછી વેરામુક્તિ માટે વધુ પડતા ક્લેમ કરવા પ્રેરતા વેરાકીય સલાહકારો દ્વારા થતા પ્રયાસોની વિભાગે ચિંતાસહ નોંધ લીધી છે. આવકવેરા ધારાની વિવિધ કલમો હેઠળ આવી પ્રવૃત્તિ દંડનીય છે.