સતત 10માં દિવસે શેરબજારમાં ઉછાળો
Live TV
-
શેરબજારમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી છે. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૨૦ પોઇન્ટના સુધારે ૩૪,૪૧૫, જ્યારે એનએસઇ નિફ્ટી છ પોઇન્ટના સુધારે ૧૦,૫૫૫ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.
શેરબજારમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી છે. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૨૦ પોઇન્ટના સુધારે ૩૪,૪૧૫, જ્યારે એનએસઇ નિફ્ટી છ પોઇન્ટના સુધારે ૧૦,૫૫૫ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેર સહિત એફએમસીજી અને ફાર્માસ્યુટિકલ કંપનીના શેરમાં પણ મજબૂત સુધારો નોંધાયો હતો.
આજે શરૂઆતે વિપ્રો, આઇટીસી અને યસ બેન્કના શેરમાં ૦.૮૪ ટકાથી ૧.૪૦ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો, જ્યારે ઇન્ફોસિસ, કોટક મહિન્દ્રા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના શેરમાં પ્રોફિટ બુકિંગની ચાલ જોવા મળી હતી. બેન્ક નિફ્ટી પણ ૨૪ પોઇન્ટ તૂટી ૨૫,૩૧૦ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.
આજે સળંગ દસમા દિવસે શેરબજારમાં સુધારાની ચાલ જોવા મળી છે. દસ દિવસમાં સેન્સેક્સમાં ૧,૪૦૦ પોઇન્ટનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે. આજે શરૂઆતે રિયલ્ટી ઇન્ડેક્સમાં ૦.૪૮ ટકા, મેટલ ઇન્ડેક્સમાં ૦.૨૩ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં સુધારાની ચાલના પગલે શેરબજારમાં શરૂઆતે આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી.
આવતી કાલે પરિણામ પૂર્વે આ કંપનીના શેરમાં જોવા મળેલી અસર
ટીસીએસ + ૦.૨૦ ટકા
સાયન્ટ + ૦.૯૬ ટકા
ઈન્ડસ ઈન્ડ બેન્ક – ૦.૧૮ ટકા
આર.પાવર – ૦.૨૫ ટકા