વિશ્વબેંકનું અનુમાન, 7.3 ટકાથી વધશે ભારતનો GDP
Live TV
-
વૈશ્વિક સંસ્થાનું માનવુ છે કે ભારતીય અર્થવ્યવસ્થા જીએસટી લાગુ કર્યા બાદ વિકાસદરમાં આવેલ અકાલ્પનિક ઘટાડાના દૌરમાંથી બહાર નિકળી ચૂકી છે.
વિશ્વબેંકે ચાલુ નાણાકી વર્ષમાં ભારતનો વિકાસ દર 7.3 ટકા રહેવાનું અનુમાન લગાવ્યુ છે..વૈશ્વિક સંસ્થાનું માનવુ છે કે ભારતીય અર્થવ્યવસ્થા જીએસટી લાગુ કર્યા બાદ વિકાસદરમાં આવેલ અકાલ્પનિક ઘટાડાના દૌરમાંથી બહાર નિકળી ચૂકી છે..વિશ્વબેંકના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21માં અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7.5 ટકાના સ્તરે જોવા મળશે..
ભારતના કારણે સમગ્ર દક્ષિણ એશિયાનું સ્તર વધ્યુ
વિશ્વબેંકે પોતાની સાઉથ એશિયા ઈકોનોમિક ફોકસ રિપોર્ટમાં કહ્યુ છે કે ભારતની અર્થવ્યવસ્થામાં સુધારાને કારણે આ વિસ્તાર(દ.એશિયા) એ દુનિયામાં સૌથી ઝડપથી વિકાસ પામતા વિસ્તારનો દરજ્જો હાંસલ કરી લીધો છે..રિપોર્ટ મુજબ ભારતમાં આર્થિક વિકાસ દર 2017માં 6.7 ટકાથી વધીને 2018માં 7.3 ટકા રહી શકે છે.
ભારતમાં રોકાણ અને નિકાસ વધી - વિશ્વ બેંક
ખાનગી રોકાણ અને સ્થાનિક ઉત્પાદનમાં આવેલા વધારાને કારણે આ પ્રક્રિયામાં હજુ વધુ સુધારો જોવા મળી શકે છે..વિશ્વબેંકે માન્યુ છે કે જીએસટી લાગુ કરવાથી ભારતમાં આર્થિક ગતિવિધિઓ પ્રભાવિત થઈ હતી પરંતુ અર્થવ્યવસ્થા હવે તેમાંથી બહાર આવી ચૂકી છે..અને નાણાકીય વર્ષ 2019માં વિકાસ દર 7.4 ટકા રહેવાનુ અનુમાન છે..વિશ્વબેંકે ભારતને વૈશ્વિક વૃદ્ધિનો ફાયદો ઉઠાવવા માટે રોકાણ અને નિકાસ વધારવાની પણ સલાહ આપી છે..