એટીએમમાં અચાનક રોકડ ખાલી થવા પાછળનું કારણ જાણો
Live TV
-
ભારતનાં અનેક રાજ્યોમાં એટીએમમાં રોકડની તંગીથી ચિંતિત સરકાર અને આરબીઆઈએ પગલાં ઉઠાવ્યાં છે.
ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી એટીએમમાં રોકડ ઉપલબ્ધ ન હોવાથી ફરીથી નોટબંધી જેવી હેરાનગતિનું વાતાવરણ બનવા લાગ્યું છે. લોકોની તકલીફો જોઈને છેવટે રિઝર્વ બૅન્ક અને સરકારને સક્રિય થવું પડ્યું છે. નાણા મંત્રાલયે તત્કાળ રિઝર્વ બૅન્કના અધિકારીઓ સાથે બેઠક કરી. રિઝર્વ બૅન્કનાં સૂત્રોનું કહેવું છે કે હવે અર્થવ્યવસ્થામાં રોકડની સ્થિતિ નોટબંધીના પહેલા તબક્કાથી વધુ સારી છે, પરંતુ આ સંકટનું કારણ બીજું છે.
રિઝર્વ બૅન્કે રાજ્યોમાં રોકડની આપૂર્તિ ઠીક કરવા માટે પગલાં લીધાં છે અને આશા જગાવી છે કે ટૂંક સમયમાં સ્થિતિ સારી થઈ જશે. સૂત્રો મુજબ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોમાં લોકો જરૂરિયાતથી વધુ રોકડ ઉપાડી રહ્યા હોવાથી આ સંકટ ઉત્પન્ન થયું છે. અનેક રાજ્યોમાં બૈસાખી, બિહુ અને બંગાળી નવ વર્ષ જેવા તહેવાર હોવાથી તેમજ કર્ણાટકમાં ચૂંટણી હોવાથી લોકોને વધુ રોકડની જરૂર હતી. સૂત્રોનું કહેવું છે કે રોકડની ઉપલબ્ધતામાં ઉતાર-ચડાવ થતા રહે છે. જો કોઈ રાજ્યમાં માગ વધી જાય તો બીજા રાજ્યમાં આપૂર્તિ પર થોડો અંકુશ લગાવી દેવામાં આવે છે.