શેરબજારમાં રીકવરી, નિફ્ટીએ વટાવી 10,500ની સપાટી, ફાર્મા શેરમાં ઉછાળો
Live TV
-
શેરબજારમાં આજે ફાર્મા, ઑટો સેક્ટર અને બેન્કિંગ સેક્ટરમાં ઉછાળો નોંધાયો હતો.
શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી છે. શરૂઆતી કારોબારમાં ભારતીય શેરબજારોની શરૂઆત નબળી રહી હતી અને સેન્સેક 247 અંકના ઘટાડા સાથે ખુલ્યો હતો. જો કે થોડીવારમાં બજારમાં રિકવરી જોવા મળી હતી. કારોબારના અંતે બીએસઇ સેન્સેક્સમાં 122.78 અંકના ઉછાળા સાથે 34,305.43 જ્યારે નિફ્ટી 47.75 અંકના ઉછાળા સાથે 10,528.35 પર બંધ રહ્યો હતો.શેરબજારમાં આજે ફાર્મા, ઑટો સેક્ટર અને બેન્કિંગ સેક્ટરમાં ઉછાળો નોંધાયો હતો.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક