UCO બેંકના પૂર્વ અધ્યક્ષ અને MD સહિત 5 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ
Live TV
-
CBIએ યૂકો બેંકના પૂર્વ અધ્યક્ષ અને એમડી અરૂણ કૌલ સહિત 5 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
UCO બેંકમાં 621 કરોડના ફર્જી લેવડ-દેવડ મામલે પાંચેય લોકો પર આરોપ લાગ્યો છે, જેના કાણે બેંકને 737 કરોડ રૂપિયાનું નિકસાન થયું છે. સીબીઆઈએ શનિવારે દિલ્હી અને મુંબઈ સ્થિત 10 જગ્યાએ દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ ઇરા એન્જિનિયરિંગ ઈન્ફ્રા ઈન્ડિયા લિમિટેડ કંપનીના સીએમડી, બે CA અને અન્ય શખ્સો વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધી છે. આ તમામ શખ્સો પર બેંક સાથે છેતરપિંડી કરી રૂપિયા પડાવવાનો આરોપ લાગ્યો છે.
આ સાથે જ કલકત્તા સ્થિત બેંકમાં 2010 અને 2015 વચ્ચે સીએમડી રહી ચૂક્યા અરૂણ કૌલએ આ તમામ કંપનીઓને લોન અપાવવામાં કથિત રૂપથી મદદ કરી હતી.