GST દરો પર કોઈપણ અનુમાન લગાવવાનું ટાળો, સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ અને કસ્ટમ્સની અપીલ
Live TV
-
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સે લોકોને ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સના દરો અંગે કોઈપણ અનુમાન લગાવવાનું ટાળવા વિનંતી કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં બોર્ડે કહ્યું છે કે આ દરો અંગેના નિર્ણયો GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવે છે. જેમાં કેન્દ્ર અને રાજ્યોના પ્રતિનિધિઓ હોય છે. બોર્ડે કહ્યું છે કે અગાઉથી અનુમાન લગાવવાથી અફવાઓ ફેલાય છે અને તેનાથી શેરબજારમાં અસ્થિરતા આવી શકે છે. બોર્ડે સલાહ આપી છે કે લોકોએ 3 અને 4 સપ્ટેમ્બરના રોજ GST કાઉન્સિલની બેઠક પછી સત્તાવાર જાહેરાતની રાહ જોવી જોઈએ.
