ટેરિફની તકરાર વચ્ચે શેરબજાર લાલ નિશાનમાં ખૂલ્યું, IT શેરમાં ધરખમ ઘટાડો
Live TV
-
ગણેશ ચતુર્થીના અવસર પર એક દિવસના વિરામ બાદ ભારતીય શેરબજાર ગુરૂવારે ભારે ઘટાડા સાથે લાલ નિશાનમાં ખુલ્યુ. અમેરિકાએ ભારતીય માલ પર 50 ટકાનો ટેરિફ લગાવ્યા પછી શએર બજારમાં આ ઘટાડો નોંધાયો. શરૂઆતી વ્યાપારમાં BSE સેન્સેક્સ 624 પોઈન્ટ ઘટીને 80,162 પર પહોંચ્યો. નિફ્ટી 5183.85 પોઈન્ટ ઘટીને 24,528 પર આવી ગયો. બ્રોડકેપ ઈન્ડેક્સ પણ લાલ નિશાનમાં રહ્યા. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.00 ટકાનો ઘટાડો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સમાં 1.12 ટકાનો ઘટાડો નોંધાયો.
ગણેશ ચતુર્થીના અવસર પર એક દિવસના વિરામ બાદ ભારતીય શેરબજાર ગુરૂવારે ભારે ઘટાડા સાથે લાલ નિશાનમાં ખુલ્યુ. અમેરિકાએ ભારતીય માલ પર 50 ટકાનો ટેરિફ લગાવ્યા પછી શએર બજારમાં આ ઘટાડો નોંધાયો. શરૂઆતી વ્યાપારમાં BSE સેન્સેક્સ 624 પોઈન્ટ ઘટીને 80,162 પર પહોંચ્યો. નિફ્ટી 5183.85 પોઈન્ટ ઘટીને 24,528 પર આવી ગયો. બ્રોડકેપ ઈન્ડેક્સ પણ લાલ નિશાનમાં રહ્યા. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.00 ટકાનો ઘટાડો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સમાં 1.12 ટકાનો ઘટાડો નોંધાયો.
સેક્ટોરલ ફ્રન્ટ પર, નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 1.24 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.97 ટકા અને નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સમાં 1.42 ટકાનો ઘટાડો જોવા મળ્યો. બધા સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં રહ્યા. નિફ્ટી શેરોમાં હીરો મોટોકોર્પ 1.68 ટકાની વૃદ્ધિ સાથે ટોપ ગેઈનર રહ્યો, શ્રીરામ ફાઈનાન્સ 2.85 ટકાના ઘટાડા સાથે ટોપ લૂઝર રહ્યો. ત્યારબાદ આઈસીઆઈસીઆઈ બેંક, એચસીએલ ટેક, જિયો ફાઈનાન્શિયલ, એનટિપીસી અને હિંદાલ્કો ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ ઘટાડો થયો.
ચોઇસ ઈક્વિટી બ્રોકિંગની અમૃતા શિંદેએ જણાવ્યું કે, "ટેક્નિકલ ફ્રન્ટ પર, 24,850 ઉપર એક નિણાયક પગલું 25,000 અને 25,150ના સ્તર તરફ વૃદ્ધિ માટે માર્ગ ખોલી શકે છે. તાત્કાલિક સપોર્ટ 24,670 પર છે, ત્યારબાદ 24,500ના સ્તર પર નવા લૉંગ પોઝિશન બની શકે છે."
વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકાએ ભારત પર લગાવેલો 50 ટકાનો ટેરિફ ટૂંકા ગાળામાં માર્કેટ સેન્ટિમેન્ટને અસર કરશે. જોકે, બજારમાં પેનિકની શક્યતા ઓછી છે, કારણ કે ઊંચા ટેરિફને ટૂંકાગાળાની મુશ્કેલી તરીકે જોવામાં આવી રહ્યો છે, જેનું વહેલામાં વહેલું સમાધાન થઈ જશે.
જિયોજિત ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના મુખ્ય ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડૉ. વી.કે. વિજયકુમારે જણાવ્યું કે, "અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટની આ ટિપ્પણી કે 'અંતે ભારત અને અમેરિકા સાથે આવશે', સંભવિત પરિણામ તરફ સંકેત આપે છે. વિદેશી સંસ્થાગત રોકાણકારોની (FII) કોઈપણ વેચવાલીને સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની (DII) આક્રમક ખરીદીથી સરળતાથી નાબુદ કરી શકાય છે."
ગુરૂવારે એશિયા-પ્રશાંત બજારમાં મિશ્ર વ્યવહાર થયો, કારણ કે રોકાણકારોએ બેંક ઓફ કોરિયાના નીતિગત નિર્ણયને સ્વીકારી લીધો. દક્ષિણ કોરિયાના સેન્ટ્રલ બેંકે અનિશ્ચિત વેપાર વાતાવરણ હોવા છતાં સતત બીજી બેઠકમાં પોતાની નીતિ દર 2.5 ટકા પર અપરિવર્તિત રાખી. અમેરિકી બજારમાં રાત્રે થોડો વધારો થયો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજમાં 0.32 ટકાનો વધારો નોંધાયો, જ્યારે નાસ્ડેકમાં 0.21 ટકાનો અને S&P 500માં 0.24 ટકાનો વધારો થયો.
સવારના સત્રમાં એશિયન બજારમાં મિશ્ર વ્યવહાર થયો. ચીનનો શાંઘાઈ ઈન્ડેક્સ 0.09 ટકા ઘટ્યો, જ્યારે શેનઝેન 0.26 ટકાના વધારામાં રહ્યો. જાપાનનો નિક્કી 0.50 ટકા વધ્યો, હૉંગકોંગનો હેંગ સેંગ ઈન્ડેક્સ 0.84 ટકા ઘટ્યો અને દક્ષિણ કોરિયાનો કોશ્પી 0.53 ટકા વધ્યો. વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ભારતીય શેરોમાં ₹6,516.49 કરોડની નેટ વેચવાલી કરી, જે 20 મે પછીની સૌથી વધુ છે. આ વચ્ચે સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ (DII) ₹7,060.37 કરોડના શેરોની ખરીદી કરી.
