IT વિભાગે 3 હજાર 500 કરોડ રૂપિયા ના TDS ન ચૂકવવાના કેસ શોધી કાઢ્યા
Live TV
-
આવકવેરા વિભાગે મુખ્ય તેલ કંપનીઓ અને ટેલિકોમ ઓપરેટરોએ TDS અર્થાત સ્રોતના સ્થળે કપાયેલા વેરાના ત્રણ હજાર 500 કરોડ રૂપિયા ન ચૂકવ્યા હોવાની જાણકારી મેળવી છે.
સીધા કરવેરા અંગેના કેન્દ્રીય બોર્ડ CBDTએ તેલ કંપનીઓ દ્વારા ત્રણ હજાર 200 કરોડનો TDS નહીં ચૂકવાયો હોવાનું શોધી કાઢ્યું છે.
CBDTએ જણાવ્યું છે કે, આમાં TDS છો વસૂલ કરવો અથવા TDS નહીં કાપવાની બાબતોનો પણ સમાવેશ થાય છે.
દિલ્હીની ટેલિકોમ કંપનીએ 324 કરોડ રૂપિયાનો TDS નહીં ચૂકવ્યો હોવાની જાણકારી મળી છે. CBDTએ જણાવ્યું છે કે, TDS દેશના પ્રત્યક્ષ વેરામાં 45 ટકા યોગદાન આપે છે આથી TDS ન ચૂકવવાના કેસમાં આગળની કાર્યવાહી CBDTએ સઘન બનાવી છે.
