યસ બેન્કમાં મહિને 50 હજારથી વધુ ઉપાડ પર RBI નો પ્રતિબંધ
Live TV
-
રિઝર્વ બેન્કે ગુરુવારે મોડી સાંજે સંકટમાં ફસાયેલી ખાનગી ક્ષેત્રની યસ બેન્ક પર કલમ 36એસી હેઠળ પ્રતિબંધ મૂકીને નાણાં ઉપાડની મર્યાદા 50 હજારની જ કરી છે. બેન્કના કોઈ પણ ખાતેદાર હવે 50 હજારની રકમ જ ઉપાડી શકશે. રિઝર્વ બેન્કે બેન્કનું બોર્ડ ઓફ ડાયરેક્ટર પણ ભંગ કરી દીધું છે. એસબીઆઈના માજી સીએફઓ પ્રશાંતકુમારને બેન્કના વહીવટદાર બનાવ્યા છે. યસ બેન્કને જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન 629 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. બેન્કે ડિસેમ્બર અંતે પૂરા થયેલા ત્રિમાસિક પરિણામો ટાળીને કહ્યું હતું કે 14 માર્ચ સુધીમાં પરિણામો જાહેર થશે. બેન્ક છેલ્લા એક વર્ષથી મુશ્કેલીમાં ફસાયેલી છે. 50 હજાર રૂપિયા સુધીની રકમનો પ્રતિબંધ 3 એપ્રિલ સુધી અમલમાં રહેશે. 16 વર્ષ જૂની યસ બેન્ક પાસે એનપીએ વધુ હોવાથી રોકડ નાણાંની તંગી ઊભી થઈ છે. બેન્કના પ્રમોટરનું હોલ્ડિંગ 8.33 ટકા છે.
યસ બેન્કના ખાતેદાર ATM, ઓનલાઈન વ્યવહાર નહીં કરી શકે
યસ બેન્કના ખાતેદાર એક મહિનામાં 50 હજાર સુધીનો જ રોકડ ઉપાડ કરી શકશે. એટીએમ કે ઓનલાઈન વ્યવહાર પણ કરી શકશે નહીં, એટલું જ નહીં જે તે બ્રાન્ચ 50 હજાર રૂપિયા એક સામટા આપશે કે કેમ એ વિશે પણ શંકા છે. બેન્ક રોકડ તંગીના સંકટથી ઝઝૂમતી હોવાથી આટલી રોકડ લાવવી મુશ્કેલ હશે.16 વર્ષ પહેલા બેન્કની સ્થાપના
દેશની ખાનગી ક્ષેત્રની ચોથા નંબરની યસ બેન્કની સ્થાપના 2004માં કરાઈ હતી. બેન્ક આખા દેશમાં લગભગ 1 હજાર જેટલી શાખા ધરાવે છે. 1800 જેટલા ATM છે. બેન્કની સ્થાપના રાણા કપૂર અને તેમના ભાઈએ કરી હતી. પરંતુ રાણા કપૂરના ભાઈના અવસાન પછી કૌટુંબિક વિખવાદ થયો હતો.SBI-LIC બેન્કને ઉગારશે
સ્ટેટ બેન્ક અને એલઆઈસી યસ બેન્કને ઉગારવાના પ્રયત્નો કરી રહી હોવાનું મનાય છે. બેન્કોના જૂથે આ માટે મંજૂરી પણ આપી દીધી છે. દિવસભર આ અહેવાલને પગલે યશ બેન્કના શેરમાં ઉછાળો પણ જોવા મળ્યો હતો.કઈ રીતે જોખમ ઊભું થયું
રિઝર્વ બેન્કને ઓગસ્ટ-2018માં બેન્કના સંચાલન અને લોનમાં ખામી જણાઈ હતી. આથી બેન્કના તે સમયના વડા રાણા કપૂરને 31 જાન્યુઆરી 2019ના રોજ તાકીદની અસરથી પદ પરથી હાંકી કઢાયા હતા. તેમના સ્થાને આવેલા રવનીત ગિલે બેન્કની એનપીએની યાદી જાહેર કરી હતી. બેન્કે માર્ચ 2019માં પ્રથમવાર ખોટ નોંધાવી હતી. બેન્કે 2 અબજ ડોલરની મૂડી ભેગી કરવા પ્રયાસ શરૂ કર્યા હતા પણ તેમાં સફળતા મળી નહોતીત્રણ કારણ માટે જ વધુ ઉપાડ
મેડિકલ ઈમરજન્સી
લગ્નપ્રસંગ
ઉચ્ચ અભ્યાસ- મેડિકલ ઈમરજન્સી, લગ્ન, ઉચ્ચ અભ્યાસ માટે 5 લાખની મર્યાદામાં ઉપાડ થઈ શકશે
- બેન્કનું બોર્ડ ભંગ, સ્ટેટ બેન્ક અને એલઆઈસી 49 ટકા હિસ્સો ખરીદશે
- 2004માં ગ્લોબલ ટ્રસ્ટ બેન્ક સંકટમાં આવી હતી, તેને ઓરિએન્ટલે ઉગારી હતી
- યસ બેન્કની દેશમાં એક હજાર, ગુજરાતમાં 41 શાખા
- યસ બેંકના ખાતેદારો રૂપિયા ઉપાડવા મોડી રાત્રે ATM પર લાઈનોમાં લાગ્યા
