શેરબજારમાં 1400 પોઇન્ટનો કડાકો, સેન્સેક્સે 38000 ની સપાટી ગુમાવી
Live TV
-
ભારતીય શેરબજારમાં પ્રારંભિક કામકાજમાં 1435 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો
યસ બેન્કમાં નાણાં ઉપાડવા અંગે આરબીઆઈએ મર્યાદા લાદતા, ગઈરાત્રે અમેરિકાના ડાઉજોન્સમાં આશરે 950 પોઇન્ટનો કડાકો બોલાતા તેમ જ વૈશ્વિકસ્તરે કોરોના વાઈરસે ગંભીર સ્વરૂપ ધારણ કરતા ભારતીય શેરબજારમાં પ્રારંભિક કામકાજમાં 1435 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. સેન્સેક્સ 1,435 પોઇન્ટ એટલે કે 3.73 ટકા ગગડી 37035 પર જ્યારે નિફ્ટી 403 પોઇન્ટ તૂટી 10,865 પર ખુલ્લી હતી. યસ બેન્કના શેરનો ભાવ રૂા.9.20 એટલે કે 25 ટકા ઘટી રૂા.28 થઈ ગઈ છે. અત્યારે સેન્સેક્સ 1073 પોઇન્ટ ગગડી 37,397 જ્યારે નિફ્ટી 329.15 પોઇન્ટ એટલે કે 2.92 ટકા ગગડી 10,939 રહી છે. આ સાથે સેન્સેક્સ અને નિફ્ટીએ મનોવૈજ્ઞાનિક રીતે મહત્વની ગણાતી 38,000 અને 11,000 સપાટી ગુમાવી દીધી છે.
