નીરવ મોદીએ 24 કલાક મોનિટરિંગ સાથે 5મી વખત માગેલા જામીન નકારાયા
Live TV
-
બ્રિટનની એક કોર્ટે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની જામીનઅરજી પાંચમી વખત નકારી કાઢી હતી. તે પંજાબ નેશનલ બેન્ક સાથે આશરે 14 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપી છે. ગત વર્ષે માર્ચમાં ધરપકડ કરાયેલા નીરવ વિરુદ્ધ મેમાં પ્રત્યાપર્ણનો કેસ શરૂ થશે. 49 વર્ષીય નીરવ ગત વર્ષે 19 માર્ચથી દક્ષિણ-પશ્ચિમ લંડનની જેલમાં કેદ છે.
નીરવે ત્રીજી વખત અરજીમાં મુક્તિ માટે 19 કરોડ અને ચોથી અરજીમાં 38 કરોડ રૂપિયાની જામીનઅરજીની પણ ઓફર કરી હતી. પણ તેના આગ્રહને એ આધારે નકારી કઢાયો કે તે દેશથી ભાગી જશે. પાંચમી અરજીમાં નીરવ મોદીએ આકરી શરતો સાથે જામીન માગ્યા જેમ કે નજરકેદ અને 24 કલાક મોનિટરિંગ પણ કોર્ટે તે પણ નકારી કાઢ્યા.
