યસ બેંક ક્રાઈસિસના પગલે સેન્સેક્સ 1,165 પોઇન્ટ ગગડી બંધ
Live TV
-
યસ બેન્કમાં નાણાં ઉપાડવા અંગે આરબીઆઈએ મર્યાદા લાદતાં, ગઈરાત્રે અમેરિકાના ડાઉજોન્સમાં આશરે 950 પોઇન્ટનો કડાકો બોલાતાં, તેમ જ વૈશ્વિકસ્તરે કોરોના વાઈરસે ગંભીર સ્વરૂપ ધારણ કરતાં, ભારતીય શેરબજારમાં પ્રારંભિક કામકાજમાં 1435 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો.
સેન્સેક્સ 1,435 પોઇન્ટ એટલે કે 3.73 ટકા ગગડી 37,035 પર, જ્યારે નિફ્ટી 403 પોઇન્ટ તૂટી 10,865 પર ખુલ્યો હતો. યસ બેન્કના શેરનો ભાવ 14.95 થઈ ગયો હતો. એસબીઆઈનો ભાવ પણ ૧૯ રૂપિયા ગગડી ૨૬૯ થઈ ગયો હતો.
તાજી માહિતી પ્રમાણે, સેન્સેક્સ 1,165 પોઇન્ટ ગગડી 37,310 જ્યારે નિફ્ટી 352 પોઇન્ટ 10,916ની સપાટીએ ચાલી રહ્યો છે. આ સાથે સેન્સેક્સ અને નિફ્ટીએ મનોવૈજ્ઞાનિક રીતે મહત્વની ગણાતી અનુક્રમે 38,000 અને 11,000 ની સપાટી ગુમાવી દીધી છે.
