JIO પ્લેટફોર્મમાં અમેરિકન કંપની KKR કરશે 11,367 કરોડનું રોકાણ
Live TV
-
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અમેરિકન કંપની કેકેઆરને 11,367 કરોડ રૂપિયામાં JIO પ્લેફોર્મ્સનો 2.32 ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી છે. ગત એક મહીનામાં મુકેશ અંબાણીની કંપની દ્વારા કરવામાં આવેલ આ પાંચમો મોટો સોદો છે.
અમેરિકન કંપની કેકેઆરે આ કરારમાં રિલાયન્સ ગ્રુપના ડિઝિટલ કારોબાર જિયો પ્લેટફોર્મ્સના શેરના હિસાબથી 4.91 લાખ કરોડ રૂપિયાનું મુલ્ય આંક્યું છે. આશરે એક મહીના પહેલા ફેસબુકના રોકાણની સાથે જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણનો સિલસિલો શરૂ થયો છે. અત્યાર સુધીમાં કુલ 5 મોટા રોકાણકારો દ્વારા જિયો પ્લેટફોર્મ્સમાં 78,562 કરોડ રૂપિયાનું રોકાણ થયું ચુક્યું છે.
