RBIનો મહત્વનો નિર્ણય, રેપો રેટ દર ઘટાડીને 4 ટકા કરવામાં આવ્યો
Live TV
-
રીઝર્વ બેન્કે રીવર્સ રેપો રેટના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી
રીઝર્વ બેન્કે રેપો રેટમાં 40 બેઝિસ પોઇન્ટ ઘટાડાની જાહેરાત કરી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાન્તા દાસે જણાવ્યું હતું કે, રેપોરેટ દર હવે 4.40 ટકાથી ઘટીને 4 ટકા થશે. રીઝર્વ બેન્કે રીવર્સ રેપો રેટના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું. કે, કોરોના સંક્રમણ કાળમાં દેશના અર્થતંત્રને મોટું નુકસાન પહોંચ્યું છે. માંગ અને ઉત્પાદન બંને પર તેનો પ્રભાવ પડ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં નિકાસોમાં 60.3 ટકા કરતાં વધુ ઘટાડો નોંધાયો હતો.
જ્યારે માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 17 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વર્ષ 2021માં વિકાસદર નકારાત્મક રહેવાની સંભાવના છે. 27 મી માર્ચે જાહેર થયેલી છૂટછાટોનો લાભ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. રીઝર્વ બેન્કે 27 મી માર્ચે બેન્કોને EMI ની ચૂકવણીમાં છૂટછાટ આપવા બેન્કોને જણાવ્યું હતું.
