Skip to main content
Settings Settings for Dark

SBIએ કરોડો ખાતેદારોને આપી મોટી ગિફ્ટ, બચત ખાતામાં નહી રાખવું પડે મિનિમમ બેલેન્સ

Live TV

X
  • SBIએ હોમ લોનનો વ્યાજ દર ઘટાડી દીધો

    SBI એ એલાન કર્યું છે , બચત ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની , જરૂર નથી. બેંકે એક પ્રેસ નોટ બહાર પાડીને જણાવ્યું , કે SBI એ સેવિંગ્સ એકાઉન્ટથી , મંથલી બેલેન્સની શરત હટાવી લીધી છે. અત્યાર સુધી એસબીઆઈના તમામ સેવિંગ્સ હોલ્ડર્સ માટે , મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી હતું. જે ખાતાઓમાં મિનિમમ બેલેન્સ ન હતું , તેની પર પેનલ્ટી લગાવવામાં આવતી હતી. બેંકના આ નિર્ણયથી , 44 કરોડથી વધુ સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સને ફાયદો થશે. એસબીઆઈએ તમામ સેવિંગ્સ ખાતા પર , વ્યાજ દર ઘટાડીને 3 ટકા કરી દીધું છે. આ અગાઉ સેવિંગ્સ એકાઉન્ટમાં એક લાખ રૂપિયા થી ઓછી રકમ રાખવા પર , 3.25 ટકા વ્યાજ મળતું હતું. જયારે એક લાખ રૂપિયાથી વધારે રકમ રાખવા પર , 3 ટકા વ્યાજ મળતું હતું.

    SBIએ ફિક્સ ડિપોઝીટ પર મહીનાની અંદર ફરી એક વખત વ્યાજદર ઘટાડ્યા છે. બેંકે 45 દિવસોની સમયવાળા શોર્ટ ટર્મ એફડી પર વ્યાજમાં 0.50% કાપ કરી દીધો છે, જે 10 માર્ચથી લાગુ છે. નવા દરો પ્રમાણે 7 થી 45 દિવસોની એફડી પર 4 ટકા વ્યાજ મળશે. જે પહેલા 4.50 ટકા હતો. આ સિવાય એક વર્ષ અને તેનાથી વધારે સમયવાળા એફડી માટે વ્યાજ દરોમાં 0.10 ટકાનો કાપ કરવામાં આવ્યો છે. તેના ઉપર 6 ટકા વ્યાજ મળતું હતું.

    SBIએ હોમ લોનનો વ્યાજ દર ઘટાડી દીધો છે. બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેંડિંગ રેટ (MCLR)માં 15 આધાર અંકનો કાપ કર્યો છે. આ રેટ 10 માર્ચથી લાગુ થઈ ગયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply