Skip to main content
Settings Settings for Dark

અમદાવાદઃ આગામી 2 ફેબ્રુઆરીએ ભારતીય કલચરલ અને હેરિટેજ ડાન્સ ફેસ્ટિવલનું કરાયું આયોજન

Live TV

X
  • અમદાવાદઃ આગામી 2 ફેબ્રુઆરીએ ભારતીય કલચરલ અને હેરિટેજ ડાન્સ ફેસ્ટિવલનું કરાયું આયોજન

    અમદાવાદ શહેરમાં આગામી 2 ફેબ્રુઆરીએ ભારતીય કલચરલ અને હેરિટેજ ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ડાન્સ આર્ટિસ્ટ ગોપાલ અગરવાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદની ડાન્સ ઇન કોર્પોરેશન ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં પ્રથમ વખત આ અનોખો ડાન્સ ફેસ્ટિવલ રજૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ વખત અમદાવાદ શહેરના યુવાનો દ્વારા નૃત્ય પ્રોગ્રામમાં વિશિષ્ટ અભિગમ સાથે કલાત્મક કૌશલ્ય અને ટેકનિકલ કુશળતા બંનેને પ્રદર્શિત કરવામાં આવશે. કોઈપણ રમતના સ્પોર્ટ્સમેન જેટલી જ મહેનત અને જાગૃતતા નૃત્યમાં પણ રાખવી પડતી હોય છે અને નૃત્ય એક પ્રોફેશનલ કેરિયર પણ બની શકે છે. અને આ ડાન્સ ફેસ્ટિવલમાં યુવાનોને તેમની કુશળતા રજૂ કરવાની તક મળશે. સંસ્થાના સંયોજક જય મોદીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં અર્બન હિપહોપ, કોરિયોગ્રાફી અને કોમર્શિયલ પરફોર્મન્સ એક સાથે સ્ટેજ પર રજૂ કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply