Skip to main content
Settings Settings for Dark

સુપરહિટ ફિલ્મ ‘દંગલ’માં બબીતા ​​ફોગટનું બાળપણનું પાત્ર ભજવનાર અભિનેત્રી સુહાની ભટનાગરનું થયું નિધન

Live TV

X
  • બોલિવૂડ એક્ટર આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ‘દંગલ’માં બબીતા ​​ફોગટનું બાળપણનું પાત્ર ભજવનાર અભિનેત્રી સુહાની ભટનાગરનું આજે નિધન થયું હતું. તેમણે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં અંતિમ શ્વાસ લીધા. સુહાની માત્ર 19 વર્ષની હતી.

    સુહાનીનો થોડા દિવસ પહેલા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. આ કારણોસર તેની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને આપવામાં આવેલી દવાઓની તેમના શરીર પર વિપરીત અસર થઈ હતી. આ પ્રતિક્રિયાના કારણે સુહાનીના શરીરમાં પાણી જમા થવા લાગ્યું હતું. સુહાનીના નિધન પર મનોરંજન જગત પણ શોક વ્યક્ત કર્યો. સુહાનીનો પરિવાર તેના મૃત્યુથી ઊંડો આઘાતમાં છે. અભિનેત્રીના માતા-પિતાની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. સુહાની તેના પરિવાર સાથે ફરીદાબાદમાં રહેતી હતી.

    આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ બબીતા ​​ફોગાટે સુહાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે X પર લખ્યું કે, 'દંગલ' ફિલ્મમાં મારા બાળપણની ભૂમિકા ભજવનાર સુહાની ભટનાગરનું આટલી નાની ઉંમરમાં નિધન થયું તે ખૂબ જ દુઃખદ છે. હું આ વાત પર વિશ્વાસ કરી શકતી નથી. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

    બાળ કલાકાર તરીકે સુહાનીએ મનોરંજન જગતમાં તોફાન મચાવી દીધું હતું. ચાહકો તેના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સુહાનીને ગાવાનો અને ડાન્સ કરવાનો ખૂબ શોખ હતો. બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા તેણે ઘણી જાહેરાતોમાં પણ કામ કર્યું હતું. ફિલ્મ 'દંગલ'માં તેનો નાનકડો રોલ અને તેનું કામ પણ દર્શકોને પસંદ આવ્યું હતું. ફિલ્મ ‘દંગલ’માં તેના ડાયલોગ્સે દર્શકોને ખૂબ હસાવ્યા હતા. જો કે આટલી નાની વયે તેણે દુનિયા છોડી દેતા હવે મનોરંજન જગતમાં શોકનું વાતાવરણ છે.

    નિતેશ તિવારીની ફિલ્મ ‘દંગલ’ 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આમિર ખાને રેસલર મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. અભિનેત્રી સાક્ષી તંવરે તેની પત્નીની ભૂમિકા ભજવી હતી. તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply