આર્યન ખાનની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં થશે સુનાવણી
Live TV
-
બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે. આર્યન ખાનની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. બપોરે 2.30 કલાકે આર્યનની જામીન અરજી પર સુનાવણી થશે. 26 ઓકટોબરે આર્યનના જામીન પર કલાકો સુધી સુનાવણી ચાલી રહી હતી પરંતુ કોર્ટે કોઈ ચુકાદો આપ્યો નહીં. પૂર્વ એટર્ની જનરલ ઓફ ઈન્ડિયા મુકુલ રોહતગી આર્યન ખાનનો કેસ લડી રહ્યા છે. NCBએ આર્યન ખાનને જામીન ન આપવા બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી. કોર્ટમાં દલીલ કરાઈ હતી કે આર્યનના જામીન સામેના વિરોધમાં ઉભા રહેલા સાક્ષીઓને પ્રભાવિત કરવાના અને પૂરાવાઓ સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. આ મામલે NCBએ બોમ્બે હાઈકોર્ટમાં સોગંદનામું પણ દાખલ કર્યું છે. બીજી તરફ અન્ય બે આરોપીઓ મનીષ રાજગઢિયા અને અવિન સાહૂને જામીન મળ્યા છે. મહત્વનુ છે કે મુંબઈની NDPS કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેતા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
