Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની બાયોપિક 'ગડકરી'નું ટ્રેલર થયું રિલીઝ, આ ફિલ્મ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં થશે રીલિઝ

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની બાયોપિક 'ગડકરી'નું ટ્રેલર થયું રિલીઝ, આ ફિલ્મ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં થશે રીલિઝ

    કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જીવન પર આધારિત મરાઠી ફિલ્મ 'ગડકરી'નું ટ્રેલર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં એક કાર્યક્રમમાં રિલીઝ કર્યું હતું. ફિલ્મમાં રાહુલ ચોપરાએ ગડકરીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ 27 ઓક્ટોબર, 2023ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે.

    ફિલ્મના દિગ્દર્શક અનુરાગ રાજન ભુસારી છે અને નિર્માતા અક્ષય અનંત દેશમુખ છે. આ ફિલ્મ અભિજીત મજમુદાર દ્વારા રજૂ કરવામાં આવી છે. ટ્રેલરમાં ગડકરીની બાળપણથી લઈને રાજકીય કારકિર્દી સુધીની સફર બતાવવામાં આવી છે. ટ્રેલરમાં તેમના અંગત જીવનની પણ ઝલક જોવા મળે છે. ટ્રેલરમાં ગડકરીના કેટલાક પ્રખ્યાત ભાષણોના અંશો પણ સામેલ છે.

    ટ્રેલર રીલિઝ પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ગડકરી એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે અને તેમના જીવન પર આધારિત આ ફિલ્મ લોકોને પ્રેરણા આપશે. તેમણે કહ્યું કે ગડકરીએ તેમના જીવનમાં ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો, પરંતુ તેમણે ક્યારેય હાર માની નહીં. ફિલ્મ 'ગડકરી'ના ટ્રેલરને પણ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. લોકો ફિલ્મ જોવા આતુર છે. આ ફિલ્મ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રીલિઝ માટે તૈયાર છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply