Skip to main content
Settings Settings for Dark

તેલુગુ-હિન્દી સિનેમાના ખ્યાતનામ ડાયરેક્ટકર કે વિશ્વનાથનું નિધન, પ્રધાનમંત્રીએ જતાવ્યો શોક

Live TV

X
  • 2017માં તેમને દેશનો સર્વોચ્ચ એવોર્ડ દાદા સાહેબ ફાળકેથી સન્માનિત કરવામાં આવ્યા હતા

    તેલુગુ અને હિન્દી સિનેમાના જાણીતા ડાયરેક્ટર કે. વિશ્વનાથનું 92 વર્ષની ઉંમરે ગઈકાલે રાતે નિધન થયું છે. પાંચ વખતના નેશનલ એવોર્ડ વિજેતા ઘણા લાંબા સમયથી બીમાર હતા. તેમણે 10 ફિલ્મફેર એવોર્ડ્સ પણ પોતાના નામે કર્યા છે. તેમણે 'ઈશ્વર', 'સંજોગ', 'સુર સરગમ', 'કામચોર', 'જાગ ઉઠા ઈન્સાન' અને 'સંગીત' જેવી હિન્દી ફિલ્મોનું પણ નિર્દેશન કર્યું હતું. તેમણે 1965માં 'આત્મા ગોવરવમ' ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેમની ફિલ્મો જાતિ, રંગ, વિકલાંગતા, લિંગ ભેદભાવ, દુષ્કર્મ, મદ્યપાન અને સામાજિક-આર્થિક પડકારોના મુદ્દાઓને સંબોધવા માટે જાણીતી છે. 1992માં તેમને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા. તેઓ સાઉથના સુપરસ્ટાર કમલ હસનના ગુરુ તરીકે પણ જાણીતા હતા. તેમના નિધન પર ફિલ્મ જગતની હસ્તીઓ સાથે પ્રધાનમંત્રીએ પણ શોક જતાવ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply