Skip to main content
Settings Settings for Dark

ભારતના મ્યુઝીક કંપોઝર રિકી કેજેને જીત્યો ત્રીજી વખત ગ્રેમી એવોર્ડ

Live TV

X
  • ભારતના મૂળ બેંગ્લુરૂના અને અમેરિકામાં રહેતા સંગીતકાર રિકી કેજેને ગ્રેમી એવોર્ડ મળ્યો છે. ભારતના રિકી કેજે આ વર્ષે તેના આલ્બમ ડિવાઈન ટાઈડ્સ માટે ગ્રેમી જીત્યો છે. તેના આલ્બમને બેસ્ટ ઇમર્સિવ ઓડિયો આલ્બમ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું હતું. તેણે તેનો એવોર્ડ સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે શેર કર્યો હતો. જે આઇકોનિક બ્રિટિશ રોક બેન્ડ ધ પોલીસના ડ્રમર છે. આ સિદ્ધિ સાથે તેઓ ત્રણ ગ્રેમી એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બની ગયા છે. આ કેટેગરીમાં અન્ય નોમિનેશન પણ હતા. ક્રિસ્ટીના એગ્યુલેરા (એગ્યુલેરા), ધ ચેઈનસ્મોકર્સ (મેમરીઝ... ડોન્ટ ઓપન), જેન એરાબ્લૂમ (અદ્રશ્ય ચિત્ર - ફોકસ 1), અને નિડારોસડોમેન્સ જેન્ટેકોર અને ટ્રોન્ડે હેઇમસોલસ્ટીન (તુવાહ્યુન - બીટીટ્યુડ્સ ફોર એ વાઉન્ડેડ વર્લ્ડ) ને પણ નોમિનેશનમાં હતા પરંતુ રિકી કેજેને ડિવાઈન ટાઈડ્સ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. 

    ભારતના સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે રિકી કેજેને ગ્રેમી એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠ્વ્યા છે. તેમણે ટ્વીટ કરતા જણાવ્યું હતુ કે, તમે તમારી ત્રીજો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. તે સાંભળીને મને ઘણો આનંદ થયો છે. ગયા વર્ષે ભારતમાં 75મી કાન્સ દરમિયાન તમારા સંગીતે પ્રેક્ષકોને મોહિત કર્યા હતા અને તમારું કાર્ય આપણા પર્યાવરણ સાથે સુમેળમાં રહેવાનો સંદેશ ફેલાવે છે.

    શુ છે આ આલ્બમમાં ?
    'ડિવાઈન ટાઈડ્સ' એ નવ ગીતોનું આલ્બમ છે જેનો ઉદ્દેશ્ય એ સંદેશ આપવાનો છે કે "દરેક વ્યક્તિનું જીવન તે સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જે દરેકને સમાન રીતે મૂલ્ય આપે છે. કેજને વર્ષ 2015 માં તેના આલ્બમ વિન્ડ્સ ઓફ સંસાર માટે પ્રથમ ગ્રેમી મળ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply