ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત અભિનેત્રી સુરેખા સીકરીનું 75 વર્ષની વયે હદય હુમલાથી નિધન
Live TV
-
દિગ્ગજ ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ સુરેખા સિક્રીનું હદય હુમલાને કારણે 75 વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેમણે ટીવી સિરિયલ 'બાલિકાવધૂ'માં દાદીસાનો રોલ પ્લે કર્યો હતો.તેમને 3 વાર નેશનલ અવોર્ડ મળ્યો હતો. 'બધાઈ હો' પછી તેમની પાસે કોઈ મોટો પ્રોજેક્ટ નહોતો. ગયા વર્ષે તેમણે મહારાષ્ટ્ર સરકારને 65 વર્ષથી વધુ ઉંમરના કલાકારોને શૂટિંગ કરવાની પરવાનગી આપવાની માંગણી કરી હતી. સુરેખાને 2018માં મહાબળેશ્વરના એક ટીવી શોના શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. તેઓ પડી ગયાં હતાં અને માથામાં ઈજા થઈ હતી. એ સમયે ચર્ચા હતી કે તેમને પેરાલિસિસ થઈ ગયો હતો, જોકે પછી તેઓ ઠીક થઈ ગયાં હતાં.2020માં 8 સપ્ટેમ્બરના રોજ બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને પછી તેમને ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. 'બધાઈ હો'માં તેમના કો-સ્ટાર્સ રહી ચૂકેલા ગજરાજ રાવ તથા ડિરેક્ટર અમિત શર્મા મદદ માટે આગળ આવ્યા હતા.
