ધીકતી કારકિર્દી છોડી ગામડાના ઉદ્ધારમાં લાગ્યા આ અભિનેતા
Live TV
-
'સારાભાઈ વર્સિસ સારાભાઈના અભિનેતા રાજેશકુમાર પોતાના ગામને સ્માર્ટ વિલેજ બનાવવાના કામમાં લાગ્યા છે.
19 વર્ષની ઉજ્જવળ ટીવી કારકિર્દી છોડીને કોઈ વ્યક્તિ પોતાના ગામના ઉદ્ધારમાં લાગી જાય તો? 'સ્વદેશ' ફિલ્મ જેવી વાર્તા લાગે ને? પરંતુ આ સત્ય છે. અભિનેતા રાજેશ કુમાર જે 'બા, બહુ ઔર બેબી', 'સારાભાઈ વર્સિસ સારાભાઈ', 'કૉમેડી સર્કસ', 'ભૂતવાલા સિરિયલ', 'મિસીસ એન્ડ મિ. શર્મા અલાહાબાદ વાલે', જેવી સિરિયલોથી જાણીતા છે, તેમણે પોતાની 19 વર્ષની ઉજ્જવળ ટીવી કારકિર્દી છોડી દીધી છે. કારણ?
રાજેશકુમારે પોતાના ગામને સ્માર્ટ ગામ બનાવવાનો નિશ્ચય કર્યો છે. તેમણે આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેઓ એક દિવસ આંબાના ઝાડ નીચે બેઠા હતા ત્યારે તેમના મનમાં આ વિચાર આવ્યો, બિલકુલ બુદ્ધની જેમ જ. તેઓ પોતાના ગામ બર્મા પહોંચ્યા તો જોયું કે ગામમાં વીજળી અને પાણી નથી.
રાજેશ કુમાર બિહારના ગામ બર્માને સ્માર્ટ વિલેજ બનાવવાના કામમાં લાગેલા છે. તે માટે તેમણે પોતાની 19 વર્ષની ધીકતી કમાણીવાળી ટીવી કારકિર્દીને છોડી દીધી છે. રાજેશે ગામના લોકોને વીજળી અને પાણી અપાવવામાં બહુ મદદ કરી છે.
રાજેશનું કહેવું છે કે તેઓ હવે મુંબઈને યાદ નથી કરતા. ગામમાં સવારે ગાયોને નીરણ નાખે છે. ગામમાં ખેતી કરે છે.